સિવિલ એન્જીનિયરીંગ તો નોબલ ગ્રૂપ ઓફ ઈન્સ્ટિટ્યૂસનમાં જ…

સિવિલ એન્જીનિયરીંગ તો નોબલ ગ્રૂપ ઓફ ઈન્સ્ટિટ્યૂસનમાં જ…
વિવેક ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂસન જૂનાગઢની સૌપ્રથમ ઇજનેરી કોલેજ છે. સમગ્ર જૂનાગઢમાં ડિપ્લોમા, ડિગ્રી તથા માસ્ટર ડિગ્રી જેવી તમામ શાખાઓ ધરાવતી એકમાત્ર કોલેજ છે. નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂસનમાં સિવિલ ઇજનેરી શાખા 10 વર્ષથી કાર્યરત છે.

ઇજનેરી અભ્યાસક્ર્મમાં થિયોરિટીકલ જ્ઞાન સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ એટલુંજ જરૂરી છે, જેથી નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂસનમાં સિવિલ ઇજનેરી શાખામાં થિયોરિટીકલ જ્ઞાન સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પર પણ એટલુંજ ધ્યાન આપવામાં આવે છે .

નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂસનમાં સિવિલ ઇજનેરી શાખામાં પ્રેક્ટિકલ જ્ઞાન માટે સરદાર સરોવર ડેમ, સરદાર પટેલ ગેટ, જેતલસર રેલવે સ્ટેશન, વોટર ટ્રીટ્મેંટ પ્લાન્ટ જેવા ઘણાં સ્થળોની વિદ્યાર્થીઓને મુલાકાત કરાવવામાં આવે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, ફ્લોનેટ કેમિકલ, કેડ સેન્ટર-જૂનાગઢ, એ.સી.ટી.- ભુજ, વગેરે જેવી સંસ્થાઓમાંથી એક્સપર્ટ્સને બોલાવી કોલેજમાં સેમિનારનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને અલગ અલગ ઈન્ડસ્ટ્રી તથા ફીલ્ડમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે.

નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂસનમાં સિવિલ ઇજનેરીના મહત્વના વિષયો જેવાકે,સર્વેક્ષણ, કોંકરીટ ટેક્નોલોજી, સોઇલ એન્જીનિયરીંગ, હાઇવે એન્જીનિયરીંગ, સ્ટ્રક્ચર એન્જીનિયરીંગ માટે ટોટલ સ્ટેશન, યુ.ટી.એમ., થિયોડોલાઇટ,ડકટીલીટી ટેસ્ટિંગ મશીન વગેરે જેવા ઉપકરણોથી સજ્જ અત્યાધુનિક લેબોરેટોરી છે.

નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂસનના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવતા વિવિધ પ્રોજેક્ટને એક સારું પ્લેટફોર્મ મળે તે માટે કોલેજ દ્વારા વિવિધ ટેક્નિકલ ઈવેન્ટ જેવી કે નોબટેક, પ્રોજેકટ ફેર, વગેરેનું આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ્સ, જુનાગઢના નગરજનો તથા વિવિધ કોલેજના અધ્યાપકો દ્વારા પ્રોજેકટનું ઈવોલ્યુશન કરવામાં આવે છે.

નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂસનમાં ટેક્નિકલ ઈવેન્ટ સાથે નોન ટેક્નિકલ ઈવેન્ટ જેવીકે સ્પોર્ટ્સ વીક, કાઇટ ફેસ્ટિવલ, રોડીશ, યોગ દિવસ, વગેરે નું પણ આયોજન કરવામાં આવે છે.