ધો.12 કોમર્સ પછી સીધોજ થઈ શકે છે M.B.A. નો અભ્યાસ, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે…

ધોરણ 12 કોમર્સ પછી સામાન્ય રીતે વિધાર્થીઓ પૂરતી માહિતીના અભાવે પરંપરાગત B.Com, B.B.A., B.C.A., C.A., C.S. જેવા કોર્ષમાં પ્રવેશ મેળવતા હોય છે. ખુબ ઓછા વિદ્યાર્થીઓ કે વાલીઓ જાણે છે કે, જૂનાગઢમાં રહીને પણ ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર સ્ટેટ યુનિવર્સીટી G.T.U. (ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી-અમદાવાદ) સંલગ્ન ઇન્ટીગ્રેટેડ MBA (BBA+MBA) નો અભ્યાસ કરી શકાય છે. આ અભ્યાસક્રમ I.I.M(Indore), Nirma University, P.D.P.U.Gandhinagar, K.S. Schools of Business Management-Ahmedabad વગેરે જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં ઘણા વર્ષોથી ચાલે છે, એજ અભ્યાસક્રમG.T.U. સંલગ્ન જૂનાગઢની નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ સંસ્થા ખાતે પણ ઘણા વર્ષોથી ચાલે છે.

ઇન્ટીગ્રેટેડ એમ.બી.એ.(I.M.B.A.) એ ધોરણ 12 કોમર્સ પછીનો 5 વર્ષનોસળંગ અભ્યાસક્રમ છે. જેમાં પહેલા 3 વર્ષ પુરા કરવાથી B.B.A.ની ડિગ્રી મળે છેઅને પછીના બે વર્ષ પુરા કરવાથી M.B.A.ની ડિગ્રી મળે છે. આ બંને ડિગ્રીઓ G.T.U.(ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી-અમદાવાદ) માંથી મળે છે. 3 વર્ષ પૂર્ણ કર્યા બાદ આ કોર્ષ છોડીને અન્ય યુનિવર્સિટીમાં M.Com, M.B.A. જેવા માસ્ટર કોર્ષ પણ કરી શકાય છે.

આ કોર્ષની વિશેષતા એ છે કે, ગ્રેજ્યુએશન કર્યા પછી માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ પરીક્ષા આપવી પડતી નથી અને વિદ્યાર્થીને સીધોજ માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મળી શકે છે.

ધોરણ 12 કોમર્સ/ સાયન્સ/ આર્ટસમાં 80 પી.આર.થી વધારે માર્ક્સ મેળવનારને ગુજરાત સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત વાર્ષિક રૂ.10,000 સુધીની સ્કોલરશીપ મળે છે. આ ઉપરાંત અન્ય વિવિધ સ્કોલરશીપના વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

આ કોર્સ કર્યા બાદ કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, સ્ટોક માર્કેટ, એડવરટાઇસમેન્ટ, સેલ્સ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, કન્સ્લટનસી, બી.પી.ઓ, રિટેઈલિંગ, મેનુફેકચરિંગ જેવા ક્ષેત્રોમાં સરકારી તથા ખાનગી ખ્યાતનામ કંપનીઓમાં કારકિર્દી ઘડવાની ઉત્તમ તક મળે છે. આ કોર્ષની સાથેજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ રેગ્યુલર સિલેબસમાંજ થઇ જાય છે.

આ કોર્ષની સાથે સ્પોકન ઇંગ્લીશ, કમ્પ્યુટર સ્કીલ્સ, બિઝનેસ એટીકેટ્સ, પ્રેઝન્ટેશન સ્કીલ્સ, ફોરેન લેંગ્વેજ, ઇન્ટરવ્યુ સ્કીલ્સ, પર્સનાલિટી ગ્રુમીંગ, રિઝ્યુમ બિલ્ડીંગ સ્કીલ્સ ફ્રીમાં સંસ્થા દ્વારા જ કરાવવામાં આવે છે.