શા માટે આર્કિટેક્ચર મહત્વપૂર્ણ છે?

શા માટે આર્કિટેક્ચર મહત્વપૂર્ણ છે?
‘આર્કિટેક્ચર’ એ આર્કિટેક્ટદ્વારા હાથ ધરવામાં આવતી વ્યવસાયિક પ્રક્રિયા છે. ‘આર્કિટેક્ટ’ એ ગ્રીક શબ્દ ‘અરખી-ટેકટોન’ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ ‘મુખ્ય બિલ્ડર’ થાય છે. આર્કિટેક્ચરની હાજરી આપણાં દ્વારા ઘણી વખત અવગણવામાં આવે છે, પરંતુ આપણા રોજિંદા જીવનમાં તે કેટલું મહત્વપૂર્ણ છે તે વિચારતા નથી. તો ચાલો જાણીએ આર્કિટેક્ચરને લગતી કેટલીક મહત્વની બાબતો…

1. આર્કિટેક્ચર જાણતા અથવા અજાણતા આપણા મૂડ અથવા મનની સ્થિતિ પર અસર કરે છે. આર્કિટેક્ટ્સ દ્વારા બનાવવામાં આવતી જગ્યાઓ આપણી અંદર લાગણીઓ ઉત્પન્ન કરે છે.
દાખલા તરીકે:

  • નિવાસસ્થાનના મુખ્ય ખંડની છતની ઊંચાઈ જો ઓછી હોય તો ગરમ અને હૂંફાળું લાગે છે.
  • મંદિરો, ચર્ચ અથવા મસ્જિદોમાં છતની ઉંચાઈ વધુ રાખવાથી તે છતની ઉપરથી આવતા પ્રકાશને કારણેઆપણા મનમાં પવિત્ર અને ધાર્મિક ભાવનાઓ જાગે છે.
  • રંગબેરંગી બગીચા અને બંગલાની સુંદર કોતરણીસાથેના દરવાજા-બારીઓ આપણને આનંદ અપાવે છે.

2. આર્કિટેક્ચર રોજિંદા બજાર અને અર્થતંત્રમાં પણ પોતાની ભૂમિકા ચૂપચાપ રીતે ભજવે છે.
દાખલા તરીકે:

  • જો રિટેલ સ્ટોર, રસ્તાની બાજુની દુકાન અથવા ફેક્ટરી શેડ હોય, તો તેના પ્રવેશદ્વાર અને છત વચ્ચે રચાયેલ જગ્યાનો ઉપયોગ જાહેરખબર/ બિલબોર્ડ્સ માટે ઉપયોગમાં લઇ શકાય છે.
  • જો તે વાણિજ્ય ઇમારત હોય તો, તો તેનું વિશાળ પાર્કિંગ વિસ્તાર વધુ ગ્રાહકોને આવરી શકે છે.

3. કાર્ય-જીવનનું સંતુલન જાળવવા માટે આર્કિટેક્ચર પ્રભાવશાળી બની શકે છે અને લોકોને વધુ કાર્યક્ષમ રીતે રહેવામાં સહાય કરી શકે છે.
દાખલા તરીકે:

  • સંવેદનશીલ ડિઝાઇન ધરાવતી શાળા વધુ સારી રીતે શીખવાનું વાતાવરણ પૂરું પાડી શકે છે.
  • કાળજીપૂર્વક રચાયેલ હોસ્પિટલ દર્દીઓને માનસિક રીતે ફાયદાકારક રીતે સારવાર કરી શકે છે.

4. કલાની દ્રષ્ટિ પ્રમાણે આર્કિટેક્ચર આપણા સમાજની વર્તમાન સ્થિતિને વ્યાખ્યાયિત કરે છે. તે તેના સમયગાળાને પ્રતિબિંબિત કરે છે.
દાખલા તરીકે:

  • ઔદ્યોગિક ક્રાંતિ પછી કાચ, સ્ટીલ અને કોંક્રિટની શોધ થકી ઓછી કિંમત અને ઊંચી ઇમારતોનું નિર્માણ શક્ય બન્યું છે.
  • ઐતિહાસિક રીતે પણ આશ્રય રચવાની માનવ ક્ષમતાને કારણે જ ઘર, મંદિરો, પિરામિડ, અને કિલ્લાઓ જેવી જગ્યાઓનું નિર્માણ શક્ય બન્યું છે.

આર્કિટેક્ચર, આપણા દૈનિક જીવનમાં દેખીતી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે, તેનો સતત વપરાશ જગ્યાના સંદર્ભમાં કાર્યશીલ વાતાવરણ બનાવવામાં ઉપયોગી થાય છે. એકંદરે એવું જરૂરકહી શકાય કે,આર્કિટેક્ચર એ કલા, વાસ્તુશાસ્ત્ર, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને તકનિકીશાસ્ત્રનો ઉત્તમ સુમેળ છે.