આર્કિટેક્ચરનો અભ્યાસ નોબલ આર્કિટેક્ચર કોલેજમાં જ શા માટે..?

વર્ષ 2016 થી રજુ કરેલ નોબલ આર્કિટેક્ચર જૂનાગઢની એકમાત્ર સંસ્થા છે, જે બેચલર ઓફ આર્કિટેક્ચરની ડિગ્રીનોઅભ્યાસક્રમ પૂરો પાડે છે. જૂનાગઢ અને જૂનાગઢ વિસ્તારમાં કાર્યરત હોય એવા આર્કિટેક્ટની સંખ્યા ઓછી હોવાથી બિલ્ડર અને બાંધકામના બજારમાં સ્વરોજગારી એટલે કેવ્યક્તિગત વ્યવસાય શરુ કરવાની અઢળક તકોનો લાભ લઇ શકાય તેમ છે.

નોબલ આર્કિટેક્ચર કોલેજમાં પ્રકૃતિના ખોળે વસેલું અને કલા-કારીગરીને પ્રેરિત કરતું વાતાવરણ તથા આર્કિટેક્ચર અભ્યાસની જરૂરિયાત પ્રમાણેનો સ્વતંત્ર વિભાગ, 24×7 કલાક ખુલ્લા રહેતા ક્લાસરૂમો ધરાવતીગુજરાતની એકમાત્ર સંસ્થા છે.

નોબલ આર્કિટેક્ચર કોલેજમાં ચાલી રહેલ આર્કિટેક્ચર કોર્ષ,એ જૂનાગઢ પ્રદેશના સ્થાપત્ય કલા અને શિલ્પકલાનું પ્રતિનિધિત્વ કરવાનું મહત્વ વધારે છે.પાંચ વર્ષનોકોર્ષ Gujarat Technological University ની સાથે જોડાયેલો પ્રોફેશનલ ડિગ્રી અભ્યાસક્રમ છે, જે Council of Architecture New Delhi(COA), AICTE દ્વારા પ્રમાણિત થયેલ છે.

નોબલ આર્કિટેક્ચર કોલેજમાં અનુભવી અને અનુસ્નાતક કક્ષાની લાયકાત ધરાવનાર અધ્યાપકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. કોલેજમાં ઉચ્ચશિક્ષણ,પ્રેક્ટિકલ અભ્યાસ સાથે નિયમિત ઐતિહાસિક અનેસ્થળ-રૂબરૂ અભ્યાસ અને સ્થળ મુલાકાત, બજાર-અભ્યાસ, ઇમારતના મટીરીયલની હાથ-બનાવટવગેરેનુંપ્રશિક્ષણ આપવામાં આવે છે. આર્કિટેક્ચર અભ્યાસમાં આ પ્રકારના જ્ઞાનનું આગવું મહત્વ હોય છે.

આ કોર્સ દરમિયાન વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે નિયમિત રીતેજુદા-જુદા પ્રકારના વર્કશોપ અને સેમિનારોનું આયોજનકરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યના ઉધોગમાં આવનારી તકો અને કસોટીઓ પર ખરા ઉતરી શકે.

આર્કિટેક્ચરના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ અને સ્વતંત્ર વિચારોના વિકાસ માટે પ્રોફેસરો સતત કાર્યરત રહે છે. સેમેસ્ટર દરમિયાન વિદ્યાર્થીઓના કામોનું પ્રદર્શન, વેબસાઈટ અનેસમાચાર-પત્રોમાં નિયમિત રૂપે પ્રકાશિત કરી પ્રોત્સાહિત કરવામાં આવે છેતથા અભ્યાસની સાથે વિવિધ પ્રકારની ઈત્તર-પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીનો સવાઁગી વિકાસ કરવામાં આવે છે.અભ્યાસ દરમિયાન આધુનિક વિષયો સાથે માનવસમાજ અને સ્થાપત્ય ઇતિહાસ જેવા વિષયો દ્વારા તથા માનવસમુદાય અને તેમના રીત રિવાજો, રહેણી-કરણી અને પર્યાવરણ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે.

નોબલ આર્કિટેક્ચર કોલેજમાં અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને પોતાની પ્રેકટીસ કરવા માટે પણ પ્રોત્સાહિતકરવામાં આવે છે.જેથી કરીને અભ્યાસ બાદ પોતાની પ્રેકટીસ વિદ્યાર્થી ટૂંક સમયમાં શરુ કરી શકે, આ હેતુથી કોલેજમાંસેમેસ્ટર દરમિયાન જીવંત સરકારી અથવા બિનસરકારી શરુ અને કાર્યરત એવી યોજનાઓને વિષયો સાથે જોડવામાં આવે છે. જેથી કરીને પ્રેક્ટિસ દરમિયાન આવતા પ્રશ્નોનો ઉકેલ કોલેજ દરમિયાન સારી રીતે સમજી શકાય.

આર્કિટેક્ચર અભ્યાસની જરૂરિયાત પ્રમાણેનો સ્વતંત્ર વિભાગ, 24×7 કલાક ખુલ્લા રહેતા ક્લાસરૂમો,લાઈબ્રેરી રીડિંગરૂમ,હોસ્ટેલ, ભોજનાલય, કેન્ટીન, બેન્ક, ATM, ટ્રાન્સપોર્ટેશન, પ્લેગ્રાઉન્ડ, WI-FI, ઓડિટોરિયમ અને ચુસ્ત સિક્યુરિટી જેવી અન્ય સુવિધાઓનો લાભ મેળવી શકાય. અન્ય ડિપાર્ટમેન્ટના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયાનોલાભ મેળવવાની અને પોતાનાવ્યસાયનો વ્યાપ વધારવાની ઉત્તમ તક નોબલ આર્કિટેક્ચર કોલેજ પુરી પાડે છે.