કમ્પ્યુટર એન્જિનિયરિંગ નોબલ કોલેજમાં જ શા માટે?

નોબલ કોલેજ સર્વોત્તમ કક્ષાના તેમજ બહોળો અનુભવ ધરાવતા પ્રધ્યાપકધરાવે છે, અહીંના સર્વાધિકપ્રધ્યાપકો ઉચ્ચ કક્ષાની પી.એચ.ડી.ની પદવી તેમજ ઇન્ડસ્ટ્રીનો અનુભવ ધરાવે છે.

જે વિદ્યાર્થીઓનેટેક્નિકલ શિક્ષણ સાથેનો પ્રેક્ટીકલ અભિગમ આપે છે.જેની યુનિવર્સિટીએ પણ નોંધ લઈને પાંચ કરતાં પણ વધુ વખત પેડાગોગિકલ એવોર્ડથી પ્રોત્સાહિત કરેલ છે. અહીં વિદ્યાર્થીઓશૈક્ષણિક પ્રવૃતિઓ જેવીકે, એક્સપર્ટ ટોક, પોતાની બ્રાંચને અનુરૂપ વર્કશોપ-સિસ્કો, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ડેટા માઇનિંગ, હેકટ્રેક તથા ઈન્ડસ્ટ્રીયલ વ્યક્તિ દ્વારા સેમિનાર, સાયબર સિક્યુરિટી, ડિજિટલ માર્કેટિંગ, વેબીનાર તથા ટેક્નિકલ કાર્યક્રમો, સિકોડ ડીબગીંગ, પોસ્ટર પ્રેઝન્ટેશન, પેપર પ્રેઝન્ટેશનભાગ લઇ શકેછે.

અહીં વિદ્યાર્થીઓજ્ઞાન સાથે ગમ્મત મેળવે છે. અભ્યાસ ઉપરાંત ઈત્તર પ્રવૃતિ જેમકે એનએસએસ એક્ટિવિટી,સ્પોર્ટ્સમાં પણ ભાગ લે છે. તેમજ દરવર્ષે વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો દ્વારા નવરાત્રી કાર્યક્રમ, એન્જિનિયર દિવસ,ગુરુપૂર્ણિમા, શિક્ષક દિન ઉજવવામાં આવે છે.

નોબલ કોલેજમાં વિદ્યાર્થીઓ 100%પ્લેસમેન્ટ મેળવે છે.અહીં કોમ્પ્યુટર આઈ.ટી. ક્ષેત્રની ખ્યાતનામ તથા ઉચ્ચ પગાર આપતી કંપનીઓ વિદ્યાર્થીઓને સિલેક્ટકરી પ્લેસમેન્ટ આપવામાં આવે છે.

નોબલ કોલેજમાં અત્યાધુનિક પ્રોસેસર ધરાવતા કોમ્પ્યુટરવાળી 14 કરતાં વધુ વાતાનુકૂલિત કોમ્પ્યુટર લેબોરેટરી, પ્રેક્ટીકલ કીટ તથા વિદ્યાર્થીઓ માટે 24કલાક ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવે છે. દરેક સેમેસ્ટરમાં ઇન્ડસ્ટ્રીયલવિઝિટનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝના પ્રેક્ટિકલ અને ટેક્નિકલ જ્ઞાનથી પરિચિત થાય છે.

નોબલ કોલેજ દ્વારા દરવર્ષે પ્રોજેક્ટ ફેરનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રધ્યાપકોના માર્ગદર્શન હેઠળ અત્યાધુનિક ટેકનોલોજી અને ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીને ઉપયોગી એવા પ્રોજેક્ટ તૈયાર કરે છે.