મિકેનિકલ એન્જીનિયરીંગ નોબલ કોલેજમાં જ શા માટે?

મિકેનિકલ એન્જીનિયરીંગ નોબલ કોલેજમાં જ શા માટે?
એન્જીનિયરીંગ ફિલ્ડમાં મિકેનિકલ બ્રાન્ચ સૌથી જૂની અને પોપ્યુલર છે.મિકેનિકલ બ્રાન્ચમાં વિદ્યાર્થીને વિવિધ પ્રકારના મશીન વિશે તથા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વિશે અભ્યાસ કરવાનો હોય છે.આ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીને અલગ-અલગ પ્રકારના મશીન જેવાકે લેથ મશીન, મિલિંગ મશીન, સી.એન.સી.મશીન પર કામ કેમ કરવું એને કંટ્રોલ કેમ કરવા એ બધું શીખવાનું હોય છે.આ ઉપરાંત આજના ટેક્નોલોજીના યુગમાં કમ્પ્યુટર પરજ બધા પાર્ટ્સની ડિઝાઇન અને તેનું એનાલિસિસ કરવામાં આવે છે,તો મિકેનિકલ બ્રાન્ચ એ અત્યારના યુગમાં મશીન અને કોમ્પ્યુટર બંનેનું મિશ્રણ કરતી બ્રાન્ચ છે.

મિકેનિકલ બ્રાન્ચ જે પણ વિદ્યાર્થી પસંદ કરે છે, તેને કોલેજ પસંદ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું હોય છેકારણકે,મિકેનિકલ બ્રાન્ચમાં અભ્યાસની સફળતાનો આધાર અધ્યાપકોની શિક્ષણપ્રણાલી પર હોય છે. કોલેજમાં ચાર વર્ષના સમયગાળા દરમિયાન ફેકલ્ટીઝ દ્વારા થિયરી અને પ્રેક્ટિકલ, બંનેને સમતોલ રાખી અભ્યાસ કરાવવામાં આવે, તો જ વિદ્યાર્થી ઉત્તમ પરિણામ મેળવી, ઉત્કૃષ્ટ એન્જિનિયર બની શકે છે.

નોબલ એન્જીનિયરીંગ કોલેજની વાત કરીએ તો, તે સોરઠના ચાર જિલ્લામાંની સૌપ્રથમ એન્જીનિયરીંગ કોલેજ છે.જેની શરૂઆત વર્ષ 2008માં કરવામાં આવી હતી.નોબલ એન્જીનિયરીંગ કોલેજમાં મિકેનિકલ એન્જીનિયરીંગનો ચાર વર્ષનો ડિગ્રી અભ્યાસક્રમ પણ ઉપલબ્ધ છે. નોબલ એન્જીનિયરીંગકોલેજમાં મિકેનિકલ બ્રાન્ચમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનું સમતોલ જ્ઞાન આપી શકે અને સતત માર્ગદર્શન પૂરું પાડે એવા અનુભવી પ્રોફેસરની સુસજ્જ ટીમ છે. મિકેનિકલ એન્જીનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીને જરૂરી પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે વિશાળ વર્કશોપ છે. જેમાં લેથ મશીન, મિલિંગ મશીન, સી.એન.સી. મશીન, ડ્રિલિંગ મશીન છે, જેના પર વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરવામાં આવે છે.

આ ઉપરાંત મિકેનિકલના બીજા વિષય માટે 4 અદ્યતન લેબોરેટરીમાં 100 થી વધુ મોડેલ અને મશીન છે.નોબલ કોલેજમાં મિકેનિકલ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય ત્યારે વિવિધ કંપનીમાં પ્લેસમેન્ટ આપવામાં આવે છે. નોબલ કોલેજમાં મિકેનિકલ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓ માટે દરેક સેમેસ્ટરમાં એક ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ રાખવામાં આવે છે. નોબલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ કોલેજના કેમ્પસમાં જ ઉપલબ્ધ છે.